If you want to learn something, learn from the ups and downs of your own life.

Read about failure so that we can open the garage of our mistakes and weaknesses.

IPL Auction 2022: પ્રથમ દિવસની હરાજી બાદ આવી દેખાઈ છે તમામ 10 ટીમો, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો


IPL Mega Auction 2022: આઈપીએલ 2022ની મેગા હરાજીનો પ્રથમ દિવસ આજે પૂરો થઈ ગયો. આજે ઘણા ખેલાડીનું નસીબ ચમકી ગયું. ફ્રેન્ચાઇઝીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની સાથે અનકેપ્ડ ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ કર્યો છે.

IPL Auction 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્ષ 2022ની સીઝન માટે આજથી બેંગલુરૂમાં બે દિવસીય હરાજીની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસની હરાજીમાં અનેક ખેલાડીને કરોડો રૂપિયા મળ્યા છે. સૌથી વધુ કિંમત ઈશાન કિશનને મળી છે. તેને 15.25 કરોડમાં મુંબઈએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો દીપક ચાહરને 14 કરોડ મળ્યા છે. આઈપીએલ મેગા ઓક્શનના પ્રથમ દિવસે 10 ખેલાડી એવા રહ્યાં છે, જેને 10 કરોડથી વધુની રકમ મળી છે.પ્રથમ દિવસે 13 એવા ખેલાડીઓ રહ્યાં જેને કોઈ ખરીદનાર મળ્યું નહીં. આઈપીએલના પ્રથમ દિવસની હરાજી બાદકઈ ટીમમાં ક્યા ખેલાડી છે, તેના પર નજર કરીએ. 

દિલ્હી કેપિટલ્સ
રિટેન કરાયેલા ખેલાડીઃ રિષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), પૃથ્વી શો (7.5 કરોડ), એનરિક નોર્ત્જે (6.5 કરોડ).

હરાજીમાં ખરીદ્યા
ડેવિડ વોર્નર (6.25 કરોડ), અશ્વિન હેબ્બર (20 લાખ), સરફરાઝ ખાન (20 લાખ), કેએસ ભરત (2 કરોડ), મુસ્તફિઝુર રહમાન (2 કરોડ), કુલદીપ યાદવ (2 કરોડ), મિચેલ માર્શ (6.50 કરોડ), શાર્દુલ ઠાકુર (10.75 કરોડ), કમલેશ નાગરકોટી (1.1 કરોડ). 

ચેન્નઈ સુપર કિંગ્સ
રિટેનઃ રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), રુતુરાજ ગાયકવાડ (8 કરોડ), મોઈન અલી (6 કરોડ).

હરાજીમાં લીધા
રોબિન ઉથપ્પા (2 કરોડ), અંબાતી રાયડૂ (6.75 કરોડ), ડ્વેન બ્રાવો (4.40 કરોડ).

રોયલ ચેલેન્જર્સ બેંગલોર 
રિટેનઃ વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાજ (7 કરોડ).

હરાજીમાં ખરીદ્યા
ફાફ ડુ પ્લેસિસ (7 કરોડ), દિનેશ કાર્તિક (5.50 કરોડ), અનુજ રાવત (3.40 કરોડ), અક્ષદીપ નાથ (20 લાખ), હર્ષલ પટેલ (10.75 કરોડ), વાનિંદુ હસરંગા (10.75 કરોડ), જોશ હેઝલવુડ (7.75 કરોડ), શાહબાઝ અહમદ (2.40 કરોડ). 

કોલકત્તા નાઇટ રાઇડર્સ
રિટેન ખેલાડીઃ આંદ્રે રસેલ, વરૂણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર અને સુનીલ નરેન.

હરાજીમાં લીધેલા ખેલાડી
શ્રેયસ અય્યર, શેલ્ડન જેક્સન, પેટ કમિન્સ, નીતિશ રાણા, શિવમ માવી.

મુંબઈ ઈન્ડિયન્સ
રિટેન ખેલાડીઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ.

હરાજીમાં લીધેલા ખેલાડી
ઈશાન કિશન, ડેવલ્ડ બ્રાવિસ, બાસિલ થમ્પી, મુરૂગન અશ્વિન.

રાજસ્થાન રોયલ્સ
રિટેન ખેલાડીઃ સંજૂ સેમસન, જોસ બટલર, યશસ્વી જાયસવાલ.

હરાજીમાં લીધેલા ખેલાડી
શિમરોન હેટમાયર, યુજવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, કેસી કરીઅપ્પા, આર અશ્વિન, રિયાન પરાગ.

પંજાબ કિંગ્સ
રિટેન ખેલાડીઃ મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ

હરાજીમાં ખરીદેલા ખેલાડી
શિખર ધવન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, કગિસો રબાડા, રાહુલ ચાહર, ઈશાન પોરેલ, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર.

સનરાઇઝર્સ હૈદરાબાદ
રિટેન ખેલાડીઃ કેન વિલિયમસન, અબ્દુલ સમદ, ઉમરાન મલિક.

હરાજીમાં લીધેલા ખેલાડી
ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, જે સુચિથ, વોશિંગટન સુંદર, અભિષેક શર્મા.

લખનઉ સુપર જાયન્ટ્સ
પ્રી-ઓક્શન પિક્સઃ કેએલ રાહુલ, માર્કસ સ્ટોયનિસ, રવિ બિશ્નોઈ.

હરાજીમાં લીધેલા ખેલાડી
ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, માર્ક વુડ, આવેશ ખાન, અંકિત રાજપૂત, જેસન હોલ્ડર, દીપક હુડ્ડા, ક્રુણાલ પંડ્યા.

ગુજરાત ટાઈટન્સ
પ્રી-ઓક્શન પિક્સઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ.

હરાજીમાં લીધેલા ખેલાડી
જેસન રોટ, અભિનવ, સદારંગાણી, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યૂસન, નુર અહમદ, આર સાંઈ કિશોર, રાહુલ તેવતિયા.

 


Leave a Reply

Your email address will not be published.